Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

સોમવારે ત્રણ પ્રધાનો-મહેસૂલ હોદેદારો વચ્‍ચે મંત્રણા...

કાલે રાજયભરના મહેસૂલ પ્રમુખોની ગાંધીનગરમાં બેઠકઃ આજની મંત્રણા રદઃ મંડળ નકકી કરે એ જ હોદ્દેદારો મંત્રણા માટે જશે... : પ્રમોશન-ખાલી જગ્‍યા-અને રેવન્‍યુ તલાટીઓને પંચાયતમાં મર્જ આ ત્રણ મુખ્‍ય માંગણી સંતોષાશે તો પણ હડતાલ પૂરી થશે : મહેસૂલ કર્મચારીઓની સૌથી લાંબી હડતાલ ૧૯૯૯ માં પડી હતીઃ ૭૪ દિવસ ચાલી હતીઃ ત્‍યારે પ્રમુખ તરીકે રાજકોટના એમ.ડી.માંજરીયા હતાઃ ત્‍યાર બાદ ૧૯૯૮માં હડતાલ પડી તે ૧પ દિવસ ચાલી હતી : પ્રશ્ન નહી ઉકેલાય તો સોમવારથી સત્‍યાગ્રહ અને બૂધવારે રાજયભરમાં સામુહિક મૂંડન : હડતાલનો આજે છઠ્ઠો દિવસ રાજકોટમાં પ્રમુખ ઝાલા દ્વારા ચેકીંગ : કોઇ કર્મચારી ફરજ ઉપર તો નથી ને...સોમવારે પણ હડતાલ ચાલૂ રહેશે

રાજકોટ તા. ૧૪ : મહેસૂલ કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે, આજે હડતાલનો છઠ્ઠો દિવસ છે, કલેકટર સહિત તમામ કચેરીઓ સૂમસામ છે, અને હજારો અરજદારોના કામો અટકી પડયા છે, સરકારને લાખોનું નુકશાન છે, ફાઇલોના ઢગલા છ.ે

દરમિયાન આજે સવારે ૧૧ વાગ્‍યે મહેસૂલ સચિવ સાથે મંત્રણા થનાર હતી તે મીટીંગ રદ્દ થઇ છે, સરકારે મહેસૂલ મહામંડળ સાથે વાટાઘાટો કરવા ત્રણ પ્રધાનોની કમીટી બનાવી છે, જેમાં મહેસૂલ સચિવશ્રી કૌશીકભાઇ પટેલ, ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, તથા શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહજી ચૂડાસમાનો સમાવેશ થાય છે, સોમવારે સંભવતઃ ત્રણ પ્રધાનો અને મહેસૂલ મહામંડળ વચ્‍ચે મંત્રણા થશે, ટુંકમાં સોમવારે બપોરે ૧ર સુધી તો હડતાલ ચાલૂ જ રહેશે.

અત્રે એ નોંધનીય છે  કે, મહેસૂલ કર્મચારીઓએ ૧૮ જેટલા મુદ્દાઓ સાથે હડતાલ પાડી છે, પરંતુ કલાર્કના પ્રમોશન, ખાલી જગ્‍યાઓ ભરવી અને રેવન્‍યુ તલાટીઓને પંચાયતમાં મર્જ આ ત્રણ મૂખ્‍ય મુદ્દા સ્‍વીકારાશે તો પણ હડતાલ ઉકેલાઇ જશે તેમ મનાય રહ્યું છે.

દરમિયાન સોમવારથી મંત્રણા સંદર્ભે મહામંડળે ચર્ચા માટે કાલે રાજયના તમામ જીલ્લાના પ્રમુખોની ગાંધીનગર ખાતે મીટીંગ યોજી છે, જેમાં મંત્રણામાં શું કરવુ, કયા પ્રશ્નો અત્રે ચર્ચા કરવી, લેખીત ખાત્રી વિગેરે તમામ બાબતો ફાઇનલ કરી, મહામંડળ જે પ અગ્રણીઓ નકકી કરશે તે લોકોજ પ્રધાનોની કમીટી સાથે મંત્રણા કરશે.

આજે હડતાલનો છઠ્ઠો દિવસ છે, બીજો શનિવાર છે, એટલે રજા છે, પરંતુ રાજકોટ જીલ્લા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ શ્રી કિરીટસિંહ ઝાલાએ નવી અને જૂની કલેકટર કચેરી-મામલતદાર કચેરીઓમાં ચેકીંગ કર્યું હતું કે કોઇ સ્‍ટાફ ફરજ ઉપર તો નથી ને.

બીજી બાજુ જો સોમવારે મંત્રણા પડી ભાંગે તો સત્‍યાગ્રહ અને બૂધવારે રાજયવ્‍યાપી સામૂહિક મૂંડનનો કાર્યક્રમનું એલાન મહામંડળે નકકી કર્યુ છે.

 

(4:16 pm IST)