Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ગીરના સિંહની સાત જિલ્લા સુધી ગુંજી ડણક: ચોટીલા સુધી કર્યો વિસ્તાર: 2020માં સિંહની વસતી ગણતરી

આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક વસ્તી ગણતરી થશે

 

અમદાવાદ : સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 18મી બેઠક મળી તેમાં 2020માં સિંહ વસ્તી ગણતરીમાં આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક વસ્તી ગણતરી વન વિભાગ કરશે

 . રાજ્‍યમાં સિંહની વસ્‍તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. સિંહોની છેલ્લી વસ્‍તી ગણતરી મે-2015માં કરવામાં આવી હતી. સિંહની વસતી વધે છે તેમ ખેડૂતોની પરેશાની વધે છે. તેમના પશુઓનો શિકાર કરે છે. રોજ 400 પશુનું મારણ સિંહ જંગલ બહાર અને જંગલ અંદર કરે છે. ખેડૂતોએ સતત ભય હેઠળ જીવવું પડે છે. વાઇલ્ડ લાઇફ ટુરિઝમમાં સિંહ સાથે રિંછ અભ્યારણ્યનો પણ વિકાસ કરાશે. 2020માં સિંહોની વસતી ગણતરી ડિઝીટલ ફોટો એનાલીસીસ તથા આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિકથી હાથ ધરવામાં આવશે. સિંહોની છેલ્લી વસ્‍તી ગણતરી મે-2015માં થઈ તેમાં 109 સિંહ, 201 સિંહણ, 140 સિંહબાળ અને 73 પાઠડા સહિત કુલ 523 સિંહની વસ્‍તી હતી.

1880માં કર્નલ વોટસને ગણતરી કરાવી હતી ત્યારે માત્ર 12 સિંહનો જ ગીરમાં વસવાટ હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત સરકારે પ્રથમવાર 1968માં ગણતરી કરી ત્યારે 177 સિંહો હતા. 1910માં 411, 1915માં 523 હતા. એ પછી ગીરના સિંહોના સંવર્ધન અને રક્ષણ માટેના પગલાં ભરવામાં આવ્યા જેના પરિણામે દેશમાં ગીરના સિંહોની વસતિમાં ઉતરોતર વધારો થતો ગયો છે.

(1:16 am IST)