Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

વિરમગામ હાસલપુર રોડ પર હિટ એન્ડ રન: અજાણ્યા વાહને અડફેટે લેતા એક્ટિવા ચાલક વૃઘ્ધનું કરૂણમોત

જીઆઈડીસીમાં કામ કરતા કરશનભાઇ વિરમગામ જતા હતા ત્યારે રસ્તામાં અજાણ્યા વાહને ઠોકરે ચડાવ્યા

વિરમગામ હાસલપુર રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં એક્ટિવા ચાલક વૃદ્ધનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.

 આ અંગે મળતી વિગત મુજબ હાસલપુર જીઆઇડીસીમા કામ કરતા 59 વર્ષીય વૃદ્ધ કરશનભાઇ નોકરી પરથી એકટીવા લઈને વિરમગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહનની અડફેટે લેતા ઘટના સ્થળે તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત કરી અજાણ્યા વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.લાશને પીએમ અર્થે વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી વિરમગામ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:29 am IST)