Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

અમદાવાદના રોપડા ગામની પ્રાથમિક શાળાના 220માંથી 140 વિદ્યાર્થીઓ સ્કેટિંગ ચેમ્પિયન છે

સ્કૂલમાં સ્કેટીંગ રિંગ નથી છતાં ગામના રોડ પર પ્રેક્ટિસ કરીચેમ્પિયન બન્યા

 

અમદાવાદના રોપડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 220 વિદ્યાર્થીઓમાંથી 140 વિદ્યાર્થીઓ સ્કેટિંગ ચેમ્પિયન છે.સ્કૂલમાં કોઈ સ્કેટીંગ રિંગ નથી બાળકો ગામના રોડ પર સ્કેટિંગની પ્રેક્ટિસ કરી ચેમ્પિયન બન્યા છે

 સ્કેટિંગ સ્ટંટની સાથે સાથે બાળકો સ્કેટિંગ ખો ખો, ફાસ્ટર સ્કેટિંગ, રિવર્સ સ્કેટિંગ અને સ્કેટિંગ સંગીત ખુરશી પણ રમે છે. ધોરણ 1થી 8ના બાળકો આખુ અઠવાડિયું ભણે છે અને શનિવાર અને રવિવાર તેઓ સ્કેટિંગ શીખે છે.અહીં અભ્યાસ કરતા બાળકો જણાવે છે કે સૌ પ્રથમ નિશિથ સરે સ્કેટિંગ શરુ કર્યું હતું. સરને કહ્યું કે સ્કેટિંગ શીખવા છે અને બે સરે સ્કેટિંગ શીખવાડ્યું હતું. સૌ પ્રથમ જીંગલ બેલ, ખેલ મહાકુંભ વગેરે ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.

(9:29 am IST)