Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

પાલનપુરમાં ટ્રેનિંગમાં આવેલા સાત તાલીમાર્થીઓને ભમરાએ ડંખ માર્યા : એક યુવક બેભાન ;ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા

પોલીસ હેડ કવાટર્સમાં ટ્રેનિગમાં આવેલા તાલીમાર્થીઓને ભમરાએ ડંખ માર્યા

બનાસકાંઠાના પાલનપુરમાં ભમરાને કારણે તાલીમાર્થીઓ પરેશાન થયા છે પાલનપુરના પોલીસ હેડ ક્વાર્ટરમાં ટ્રેનિગમાં આવેલા તાલીમાર્થીઓને ભમરાએ ડંખ માર્યા હતા. 7 જેટલા વ્યક્તિઓને ભમરાએ ડંખ માર્યા હતા. જેમાં એક યુવક ઘટના સ્થળે બેભાન થયો હતો. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને ઘાયલોને સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા.

(7:32 pm IST)