Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ગુજરાતની જનતાએ 22 વર્ષના કુશાસનનો હિસાબ કરી દીધો ;અર્જુનભાઈ મોઢવાડીયા

ભાજપે મુદ્દાઓને ભટકાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા:વિકાસની જગ્યાએ રામ મંદિર, પાકિસ્તાન અને છેલ્લે સી-પ્લેન જેવા મુદ્દાનો ઉપયોગ કર્યો

અમદાવાદ :રાજ્યમાં મતદાનની પ્રક્રિયા પુરી થયા બાદ કોંગ્રેસે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે, કોંગ્રેસના નેતા અર્જુનભાઈ  મોઢવાડીયાએ જણાવ્યુ હતું કે ગુજરાતની જનતાએ ભાજપના ૨૨ વર્ષના કુશાસનનો હિસાબ કરી દીધો છે. ચુંટણીપ્રચાર દરમિયાન ભાજપે મુદ્દાઓને ભટકાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. તેમણે વિકાસની જગ્યાએ રામ મંદિર, પાકિસ્તાન અને છેલ્લે સી-પ્લેન જેવા મુદ્દાનો ઉપયોગ કર્યો હતો

   મોઢવાડીયાએ વધુમાં જણાવ્યુ હતું કે ભાજપે વિધાનસભાની ચુંટણી હોય કે ૨૦૧૪ની લોકસભાની ચુંટણી પોતે આપેલ એકપણ વચન પુરુ કર્યુ નથી. જેથી લોકોએ લાઈનમાં ઉભા રહી તેમની વિરુદ્ધ મતદાન કર્યુ છે. વખતે લોકો ભાજપનો હિબાસ કરી દેવાના મૂડમાં જોવા મળ્યા હતા.

(12:05 am IST)