Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ઈવીએમ ક્યાં ક્યાં ખોટકાયા

બીજા તબકકાના મતદાન દરમિયાન તકલીફઃ

 અમદાવાદ, તા.૧૪, રાજય વિધાનસભાની બીજા તબકકાની ચૂંટણી માટે આજે સવારથી શરૂ થયેલા મતદાન સમયે ઉત્તરગુજરાત,મધ્યગુજરાતના અનેક પોલિંગબુથમાં રાખવામાં આવેલા ઈવીએમ મશીનો વિવિધ કારણોસર ખોટકાઈ પડતા લોકો પોતાનો મત આપી શકયા ન હતા ઉપરાંત મશીન ચાલુ થાય એની રાહ જોતા નજરે પડયા હતા આ ઉપરાંત અનેક સ્થળોએ ઈવીએમ મશીનો બદલવાની પણ માગણી કરવામા આવી હતી.રાજયમાં જે સ્થળોએ ઈવીએમ મશીન ખોટકાઈ પડયા હતા તે અંગેની વિગતો આ મુજબ છે.

પાટણમાં  ઈવીએમ મશીનમાં મતદાન અગાઉ ખામી

મહેસાણામા ખેરાલુની કન્યાશાળાના મતદાનમથકમાં ઈવીએમ ખોટકાયુ.

અંબાજીમાં એકબુથ પર ઈવીએમમા ખામી સર્જાઈ.

તલોદના પુંસરી ગામમા ઈવીએમ ખોટકાયુ,મતદાન પ્રક્રીયા અટકી

કાંકરી ગામના મતદાન મથકમાં ઈવીએમ ખોટકાયુ

વડનગર ખાતે મતદાન મથકમાં ઈવીએમ ખોટકાયુ

અરવલ્લીમાં ૨ ઈવીએમ મશીનો ખોટકાયા

ધનસુરાના શિકા બુથ નંબર-૨ બુથ પર ઈવીએમમાં ખામી

મોડાસાના ઝાલોદરમા પણ ઈવીએમ ખોટકાયુ

રાવપુરાના સમામા પ્રશંસા હાઈસ્કૂલમાં ઈવીએમ ખોટકાયુ

પાટણની આદર્શ સ્કૂલમાં ઈવીએમ ખોટકાયુ

ડભોડા ગામે બે ઈવીએમ ખોટકાયા

હિંમતનગરમાં જૈનાચાર્ય વિધ્યાલયમાં ઈવીએમ ખોટકાયુ

ઈડરના માનગઢમાં ઈવીએમ બદલવામા આવ્યુ

ખેડબ્રહ્માના કોલન અને કોટડા ગામના બુથ ઉપર ઈવીએમ ખોટકાયુ

વડોદરાના મેવલી ગામે ઈવીએમમા ખામી સર્જાઈ

ઉંઝાના વિસોળ ગામે ઈવીએમ ખોટકાયુ

વિધ્યાનગરની નલીની કોલેજના મતદાન મથક પર ઈવીએમ ખોટકાયુ

બાયડમા ઈવીએમ મા ગરબડીની ફરિયાદ

પાંચ ગામોમા ગરબડી હોવાનો આક્ષેપ,કોંગ્રેસનુ બટન ન દબાતુ હોવાનો આક્ષેપ

ઉભરાણ,અજબપુરા,વજેપુરા,હેમદપુરા ગામના મશીનોમા ગરબડીની ફરિયાદ કરાઈ

મહેસાણાના સુદાસણા ગામના મતદાનમથક પર હોબાળો

બહુચરાજી બેઠકના ત્રણ બુથો પર ઈવીએમમા ખામી સર્જાઈ

(9:50 pm IST)