Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

સત્યને લોકોએ સમર્થન આપ્યું છે : અમિત શાહ

આગવી સૂઝનો પરિચય આપ્યો

અમદાવાદ, તા.૧૪, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ૯ અને ૧૪ ડિસેમ્બર એમ બે તબકકામા યોજાયેલી વિધાનસભાની ૧૮૨ બેઠકોના મતદાનમા ફરી એકવાર ભાજપાની વિકાસલક્ષી રાજનીતિને સમર્થન આપવા બદલ લોકોનો આભાર માન્યો છે.તેમણે કહ્યુ કે,ગુજરાતના લોકોએ અસત્ય અને જુઠ્ઠાણાઓના અપ્રચાર સામે સત્યને સમર્થન આપી પોતાની આગવી સુઝનો પરિચય લોકોએ આપ્યો છે.તે બદલ હુ વંદન કરુ છુ.ગુજરાતના ગૌરવ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી બાદ દેશમા સમર્થન મળ્યુ છે.આ સમર્થન અને વિજયમા ગુજરાત અને હિમાચલમા ભાજપની સરકાર બનશે.ગુજરાતમા સતત છઠ્ઠીવાર ભાજપની સરકારના સંયોગથી ગુજરાતના વિકાસના બે એન્જિન ભાજપની કેન્દ્ર સરકાર અને ભાજપની રાજય સરકારના સંયોગથી ગુજરાતના વિકાસની ગતિ તેજ થવાનો સંકલ્પ સાકાર થશે તેવો નિર્ધાર તેમણે વ્યકત કર્યો છે.તેમણે રાજયની વિકાસપ્રેમી લોકોના લોકશાહીના મહત્વના પર્વ ચૂંટણીને ઉત્સવ તરીકે ઉજવવા બદલ લોકોનો આભાર માન્યો હતો.ભાજપના લાખ્ખો કાર્યકરો અને શુભેચ્છકોને કોંગ્રેસના અસત્ય સામે સત્યની લડાઈમા અગ્રેસર રહેવા બદલ અને પરિશ્રમ બદલ અભિનંદન આપ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યુ ઈન્ડિયાના સંકલ્પને સાકાર કરવામા ન્યુ ગુજરાત થકી મજબૂત આધાર પાડશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

(9:49 pm IST)