Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ગુજરાતે ફરીવાર વિકાસની રાજનીતિ સ્વીકાર : રૂપાણી

વર્ગવિગ્રહ, જાતિવાદ અને વંશવાદને જાકારોઃ કોંગ્રેસ પાર્ટી ચૂંટણી હારી ચુકી છે માટે પાણી પહેલા પાળ બાંધવા સ્વરુપે ભાજપ, ચૂંટણી પંચ ઉપર આક્ષેપ કરે છે

અમદાવાદ,તા. ૧૪, બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આજે ભાજપ મિડિયા સેન્ટર ખાતે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. મુખ્યમંત્રીે જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના મતદાનનો બીજો તબક્કો પૂર્ણ થયો છે. ગુજરાતન જનતાએ ખુબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ભારે સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી છે તે બદલ જનતા જનાર્દનનો આભાર માન્યો હતો. બધા જ એક્ઝિટ પોલના સર્વેમાં ભાજપની સરકાર સ્પષ્ટપણે બની રહી છે તેવા સર્વે આવી રહ્યા છે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતે આજે ફરી એકવાર વિકાસની રાજનીતિને સ્વીકારીને વર્ગ-વિગ્રહ, જાતિવાદ, વંશવાદને જાકારો આપ્યો છે. ગુજરાતની પ્રજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓને સમર્થન આપ્યું છે. કોંગ્રેસ આ ચૂંટણીઓમાં હારી ચુકી છે, માટે પાણી પહેલા પાળ ાંધવા સ્વરુપે ક્યારેક ભાજપ પર આક્ષેપો કરે છે તો ક્યારે ચૂંટણી કમિશન પર આક્ષેપો કરે છે. આ બધા જ પ્રપંચો થકી તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધને ચાવવાની કોશીષ કોંગ્રેસ કરી રહી છે તે દેશ અને ગુજરાતની જનતા સ્પષ્ટરીતે જોઇ શકે છે. રૂપાણીએ વધઘુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ બોખલાઈ ગઇ છે. કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના કારણે ડઘાઈ ગઈ છે. વડાપ્રધાન લાઈનમાં ઉભા રહીને આજે મતદાન કરીને તેમની લોકશાહી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનો પરિચય દુનિયાને આપ્યો છે. વડાપ્રધાને આચારસંહિતાનો કોઇ જ ભંગ કર્યો નથી. લોકોનું અભિવાદન મોદએ સ્વીકાર્યું તેમાં કશું જ ખોટું નથી. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, જેમ પાણીમાં પરપોટો ફુટે તેમ આજે કોંગ્રેસનો ફુગ્ગો રાજ્યની જનતાએ ફોડી નાંખ્યો છે. ગુજરાતન શાણી, સમજુ પ્રજાએ શાંતિપૂર્ણ રીતે અને  મોટી સંખઅયામાં મતદાન કરીને લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ પ્રગટ કર્યો છે. રાજકારણમાં આ એક નવા યુગની શરૂઆત થવાની છે. આ ચૂંટણીઓ સુવર્ણ અક્ષરે લખવાની છે. જનતાએ જુઠ્ઠાણા, વેરઝેર, વંશવાદ, જાતિવાદથી પર રહીને વિકાસને અપનાવ્યો છે અને લોક સમર્થન આપ્યું છે. વાઘાણીએ વધુમાં જણાવ્યુ ંહતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રજાએ આદર-સત્કાર કર્યો અને જે પ્રેમ વડાપ્રધાન પર વરસાવ્યો તે બદલ ગુજરાતની પ્રજાનો આભાર પ્રગટ કર્યો હતો. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ચુકી છે અને આ સમગ્ર દેશમાં ૧૮ રાજ્યોમાં ભાજપ અથવા તો ભાજપ સમર્થિત સરકાર છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું સતત માર્ગદર્શન અમને મળથું રહ્યું છે અને એમની વ્યૂહરચનાના કારણે ભાજપ ફરીથી ગુુજરાતની સેવા કરવા આગળ વધી રહ્યું છે.

(9:40 pm IST)