Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ભીલાપુર નજીક ફાર્મહાઉસમાં છુપાવેલ 7.18 લાખનો દારૂનો જથ્થો જપ્ત કરી સાતની ધરપકડ

વડોદરા: ભીલાપુર ગામ પાસે જય રણછોડ નામના ફાર્મહાઉસની એક ઓરડી તેમજ ટેમ્પો ટ્રાવેલરમાં છુપાવી રાખેલો રૃા.૭.૧૮ લાખ કિંમતનો દારૃનો મોટો જથ્થો ઝડપાતા ડભોઇના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. રેન્જ આઇજીના સ્કવોડ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં દારૃના જથ્થા સહિત કુલ ૩૨.૩૮ લાખના મુદ્દામાલ સાથે સાત વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી.

જ્યારે ફાર્મહાઉસના માલીક તેમજ માંજલપુર વિસ્તારના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ સહિત ત્રણ વ્યક્તિને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતાં.

વડોદરા-ડભોઇ રોડ પર આવેલા ભીલાપુર ગામ પાસે પેટ્રોલપંપની બાજુના જય રણછોડ ફાર્મહાઉસમાં મોટાપાયે દારૃનો જથ્થો છુપાવ્યો છે તેમજ આ દારૃનો જથ્થો લોકોમાં વહેંચણી કરવાનો છે તેવી બાતમીના આધારે રેન્જ આઇજીના આરઆર સ્કવોડ દ્વારા આજે બપોરે દરોડો પાડી તપાસ કરતા ફાર્મહાઉસમાં પાર્ક કરેલા બે વાહનો તેમજ એક ઓરડીમાંથી દારૃની ૧૪૨ પેટી તેમજ ૨૫૦ છુટી વિદેશી દારૃની બોટલો મળી હતી. દારૃનો જથ્થો સંગ્રહ કર્યા બાદ તેને સાચવવા બેસેલી સાત વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી હતી.

(5:43 pm IST)