Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ભિલોડા તાલુકાના ભટેળા ગામની સીમમાંથી પુરપાટ ઝડપે જતી બે બાઈક સામસામે અથડાતા એકનું મોત

ભિલોડા:તાલુકાના ભટેળા ગામની સીમમાંથી પસાર થતા માર્ગે પુરઝડપે બાઈક હંકારી રહેલા ચાલકે સામેથી આવતી મોટર સાઈકલ ને ટક્કર મારી સર્જેલા અકસ્માતમાં નિર્દોષ મોટર સાઈકલ ચાલકનું મોત નીપજયું હતું.
રસ્તાની સાઈડમાં ઉભેલા રાહદારીને પણ ઇજાગ્રસ્ત કરીને બાઇક ચાલક ફરાર : પોલીસે તપાસ આરંભી
જયારે આ અકસ્માત સર્જી ભાગી છુટેલા ચાલકે  અકસ્માત સર્જતાં પહેલા માર્ગની સાઈડે ઉભેલા એક શખ્શને ટક્કર મારી ઈજાઓ પહોંચાડી હતી.
ભટેળા ગામ નજીકથી પસાર થતાં માર્ગ પર પુરઝડપે અને બેફામ રીતે બાઈક હંકારી રહેલા ધંબોલીયા (ભિલોડા)ના જીગરભાઈ પાંડોરે રોડની બાજુમાં ઉભેલા સાહેદ નાનજીભાઈ ને ટક્કર મારી ઈજાઓ પહોંચાડી હતી.જયારે આજ બાઈક ચાલક સામેથી આવી રહેલ બાઈકને જોરદાર ટક્કર મારી ચાલક ને ગંભીર ઈજાઓ પહોંચાડી ચાલક મહમદ આરીફ રજાશરીફભાઈનું મોત નીપજાવ્યું હતું. નવી વસવાટ,તા.ભિલોડા ના રહીશ અજીતખાન મુનીરખાન મકરાણીએ ભિલોડા પોલીસ સ્ટેશને આ અકસ્માતની જાણ કરતાં પોલીસે બાઈક ના ફરાર ચાલક જીગરભાઈ વાલમભાઈ પાંડોર રહે.ધંબોલીયા તા.ભિલોડો વિરૃધ્ધ ઈપીકો કલમ ૩૦૪(અ) અને એમ.વી.એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:43 pm IST)