Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ખોટવાયેલા ઈવીએમ તાત્કાલીક બદલવામાં આવ્યા : શાંતિમય વાતાવરણમાં મતદાન ચાલુ

મુખ્ય ચૂંટણી અધિકારી બી. વી. સ્વેનની બપોરે ૧૨:૩૦ વાગ્યે પત્રકાર પરિષદ

રાજકોટ, તા. ૧૪ : રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી બી. વી. સ્વૈને બપોરે ૧૨:૩૦ વાગ્યે યોજેલી પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે આજે જેટલી જગ્યાએથી ખોટવાયેલા ઈવીએમ મશીનોની ફરીયાદ આવી તે તાત્કાલીક બદલી નાખવામાં આવ્યા હતા. શાંતિમય વાતાવરણમાં મતદાન ચાલી રહ્યાનું જણાવ્યુ હતું.

તેઓએ જણાવેલ કે અમદાવાદ અને મહેસાણામાં ઈવીએમ મશીનોમાં બ્લુટુથની ફરીયાદ કરવામાં આવી હતી જે કલેકટર સાથે વાત કરી તુરંત ઈવીએમ મશીન બદલી નાખવામાં આવ્યા હતા. સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૧૨ ટકા અને ૧૪ જીલ્લામાં સરેરાશ ૧૨ ટકા મતદાન થયાનું જણાવ્યુ હતું.

શ્રી સ્વેને જણાવેલ કે ઈવીએમ મશીન સવારે ૭ વાગ્યે મોકપોલ કરી ૫૦ વોટ નાખી પોલીંગ કરવામાં આવે છે. ઈવીએમ મશીન બરાબર છે તેમ પોલીંગ એજન્ટને બતાવવામાં આવે છે. જો કે અમુક સથળોએ ઈવીએમ મશીન ખરાબ થયાનુ જાણ થતા તે જગ્યાએ તાત્કાલીક મશીનો બદલી નાખવામાં આવ્યા હતા.

(4:28 pm IST)