Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ટીવી ચેનલોમાં અમિત શાહ, પિયુષ ગોયેલના ઈન્ટરવ્યુ દિવસભર ચાલતા રહ્યા તો રાહુલ ગાંધીના ઈન્ટરવ્યુ સામે વિરોધ કેમ? : શકિતસિંહ ગોહિલ

મત આપ્યા બાદ કોંગી અગ્રણી શકિતસિંહ ગોહિલે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું કે, ગઈકાલે અમિત શાહ, પિયુષ ગોયેલના ઈન્ટરવ્યુ ટીવી ન્યુઝ ચેનલોમાં આખો દિવસ ચાલ્યો તો રાહુલ ગાંધીનો ઈન્ટરવ્યુ એક ચેનલમાં દર્શાવવામાં આવ્યો તો તેનો વિરોધ કેમ? શકિતસિંહે એક પ્રશ્નના જવાબમાં કહેલ કે અમારા સકારાત્મક ચૂંટણી ઢંઢેરાને લોકોએ સમર્થન આપ્યુ છે, કેન્દ્રમાં ભાજપના શાસન બાદ જનતાને સમજાયુ કે જીએસટી, નોટબંધી સહિતના લોકપ્રશ્ને મૂંઝાયા છે.

(4:21 pm IST)