Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

બીજા તબક્કાનુ ચિત્ર

શહેરી વિસ્તારમાં ભારે ઉત્સાહ

         અમદાવાદ, તા.૧૪ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે સવારે મતદાનની શરૂઆત થઇ હતી.મતદાનની શરૂઆત થયા બાદ કેટલીક જગ્યાએ લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી. જ્યારે કેટલીક જગ્યાએ ખુબ ધીમી ગતિથી મતદાન આગળ વધ્યુ હતુ. તમામ દિગ્ગજો સવારમાં જ મતદાન કરવા માટે પહોંચી ગયા હતા.  બીજા તબક્કામાં ૯૩ બેઠક પર ૨.૨૨ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા તૈયાર દેખાઇ રહ્યા છે.  બીજા તબક્કાનું ચિત્ર નીચે મુજબ છે.

બીજા તબક્કાની કુલ સીટો.................................. ૯૩

કુલ મતદારો નોંધાયા............................. ૨.૨૨ કરોડ

પુરૂષ મતદારો નોંધાયા.......................... ૧.૧૫ કરોડ

મહિલા મતદારો નોંધાઇ........................ ૧.૦૭  કરોડ

૧૮-૨૬ વય મતદારોની સંખ્યા........... ૩૭.૩૭  લાખ

કુલ  ઉમેદવારના ભાવિ સીલ .......................... ૮૫૧

કુલ  રાજકીય પાર્ટી મેદાનમાં રહી....................... ૫૨

બીજા તબક્કામાં પોલીસ જવાનો છે......... ૧.૭૪ લાખ

 બીજા તબક્કામાં પોલિંગ સ્ટેશન સ્થાપિત..... ૨૫૫૫૮

બીજા તબક્કામાં કર્મચારીઓ ફરજ પર છે. ૨.૪૧ લાખ

સૌથી વધુ ઉમેદવારો નોંધાયા............ મહેસાણા (૩૪)

સૌથી ઓછા ઉમેદવારો નોંધાયા છે.......... ઝાલોદ (૨)

મતદારની દ્રષ્ટિએ નાની સીટ લિમખેડા સીટ (૧.૮૭ લાખ)

મતદારની દ્રષ્ટિએ મોટી સીટ ઘાટલોડિયા સીટ (૩.૫૨લાખ)

(12:45 pm IST)