Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

પાટણમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસઃ પિતા-પુત્ર ઇજાગ્રસ્ત

પાટણ તા. ૧૪ : જુના ગંજબજારમાં ઉદય ટ્રેડીંગ નામની કરીયાણીની દુકાન ધરવાતા જગદશભાઇ ઠકકર અને તમેના પુત્ર રાત્રે નવ વાગ્યે દુકાન વધાવી ઘેર જઇ રહ્યા હતા ત્યારે ત્રણ જેટલા અજાણ્યા ઇસમો આવીને તેમની પાસે રોકડ ભરેલુ પાકીટ આંચકી લેવા પ્રયાસ કર્યો હતો.

જેનો પ્રતિકાર કરતા લૂંટારૂઓએ માથામાં ધોકા મારી બન્નેને ગંભીર ઇજા પહોંચાડી હતી વારેવાર થતા વેપારી ઉપરના લુંટ ચોરીઓના બનાવોથી પ્રજામાં ભય અને ફફડાટ ની લાગણી ફેલાઇ છે સમી સાંજે થતા હિસાત્મક લુંટથી આજુબાજુના વિસ્તારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(11:17 am IST)