Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની કેરીઅર દાવ પર

નવી દિલ્હી તા. ૧૪ :.. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં યુવા આંદોલનકારી તરીકે અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી ગુજરાતના રાજકારણમાં ઊભરી આવ્યા હતાં. તેમની લડતને પગલે તેમણે રાજકારણમાં પણ ઝૂકાવતાં આજે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની રાજકીય કેરીઅર દાવ પર લાગી છે.

દારૂના દૂષણ અને વ્યસનના વિષચક્ર સામે માથું ઊંચકીને ગુજરાતમાં આંદોલન કરનાર ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરનું નામ ગુજરાતમાં ગાજતું થયું હતું. ઉના દલિત અત્યાચારકાંડ બાદ દલિતોને મુદ્ે તેમને હકક અપાવવા મેદાને પડેલા દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ ગુજરાત સહિત દેશમાં પોતાના આંદોલનથી ખાસ્સી ચર્ચા જગાવી હતી.

પાછળથી અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાઇ ગયા તો જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા નહીં, પરંતુ ટેકો જાહેર કર્યો. કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તો જિજ્ઞેશ મેવાણી વડગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે. કોંગ્રેસે જિજ્ઞેશ મેવાણીને સપોર્ટ કરતાં આ બેઠક પરથી એનો ઉમેદવાર ઊભો નથી. રાખ્યો.

(9:23 am IST)