Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

અમદાવાદમાં બુકફેરની સીએમ રૂપાણીના હસ્તે પ્રારંભ : તરતી લાયબ્રેરી અને ગાંધીજીનો સેલ્ફી પોઇન્ટ આકર્ષણ

બોટમાં બેસીને પુસ્તકોનું વાંચન માટે વાંચકોએ 12 મિનિટ માટે 130 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે

 

અમદાવાદના રિવરફ્રંટ ખાતે બુકફેરનો સીએમના હસ્તે પ્રારંભ કરાયો. વખતે બુક ફેરમાં ફલોટીંગ એટલે કે તરતી લાયબ્રેરી ખાસ આકર્ષણના કેન્દ્ર રૂપ છે. ફલોટીંગ લાયબ્રેરીમાં વાંચકો બોટમાં બેસીને પુસ્તકોનું વાંચન કરી શકશે. જે માટે વાંચકોએ 12 મિનિટ માટે 130 રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેશે.

  આજથી શરૂ કરાયેલા બુક ફેરમાં કુલ 180 જેટલા સ્ટોલનું રજિસ્ટ્રેશન થયું છે. જેથી પુસ્તકોની વિશાળ ભંડાર વાંચક રસિકોને જોવા અને ખરીદવા મળશે. સાથે વખતના બુક ફેરમાં નર્મદા ડેમ તેમજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિકૃતિ પણ તૈયાર કરાઇ છે. તો ગાંધીજીનો સેલ્ફી પોઇન્ટ સેલ્ફી રસિકો માટે આકર્ષણ જમાવશે.

 

(11:57 pm IST)