Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

પાટણ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટાપાયે નુકશાન

સાતલપુર તાલુકાના 50 થી વધુ ગામોમાં વરસાદ : ખેતરોમાં પાણી ભરાતા નુકશાન

પાટણ:કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે. જ્યાં એરંડા જુવાર કપાસ જીરા ના પાકને મોટાપાયે નુકશાનની ચર્ચાઓ ચાલી રહી છે. પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ડાલડી ડાભી ઉનરોટ સીધાડા કોરડા જામવાડ જેવા 50 થી ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે. ખેતરોમાં પાણી ભરાતા ઘાસચારો અને ખેતરમા વાવેતર કરેલા પાકને ભારે નુક્શાન થયું છે. તો બીજી તરફ પાક વીમા કંપની તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતોને સાહય રૂપ બને તે માટે ખેડૂતો માંગ કરી છે.

(10:14 pm IST)