Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

નવસારીના જલાલપોરના સર્કલ ઓફિસર એસીબીના છટકામાં સપડાયા : 25 હજારની લાંચ લેતા ઝડપાયા

ખેતીની જૂની શરતની જમીનની નોંધ પડાવવા લાંચ માંગી હતી

નવસારી: જલાલપોરના સર્કલ ઓફિસર વનરાજસિંહ સરદારસિંહ સોલંકી પર એન્ટી કરપ્શન ઓફ બ્યુરોએ ફરિયાદ દાખલ કરી છે, તેઓ રૂપિયા 25000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા છે, ફરિયાદી જમીન દલાલીનું કામ કરે છે અને વારંવાર તેમને જલાલપોર સર્કલ ઓફિસ આવવાનું થતુ હતુ, જેમાં અબ્રા ગામની ખેતીની જૂની શરતની જમીન ફરિયાદીના પુત્રએ ખરીદી હતી, જેની 7-12માં નોંધ પડાવવા માટે આપી હતી, કાચી નોંધ પ્રમાણિત કરવા માટે સર્કલ ઓફિસર જલાલપોર મોકલવામાં આવતી હોય છે.

નોંધ પડાવવા માટે સર્કલ ઓફિસર વનરાજસિંહ અને આશિષ પટેલ નામના કોમ્પ્યુટર ઓપરેટર 35000 રૂપિયાની લાંચ માંગી હતી, જેમાં 10000 રૂપિયા ગઇકાલે આશિષ પટેલે લઇ લીધા હતા અને બાકીની લાંચની રકમ આજે આપવાની હતી, જેમાં એસીબીએ જલાલપોર સર્કલ ઓફિસર વનરાજસિંહને રૂપિયા 25000ની લાંચ લેતા ઝડપી પાડ્યાં છે, બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

(9:00 pm IST)