Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ડિજિટલ ઇન્ડિયા, ઇ-ગવર્નન્સ દિશામાં ખુબ મોટા નિર્ણય થયા

ચેકપોસ્ટ નાબૂદી, લાયસન્સ મુદ્દે નિર્ણયની પ્રશંસા : ચેકપોસ્ટ પરની લાંબી લાઈનો દૂર થશે : વાહન વ્યવહાર ઝડપી બનશે : લાખો વાહન ચાલકના સમય, શક્તિ બચશે

અમદાવાદ,તા.૧૪ : પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાતના પ્રજાવત્સલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગુજરાતના ૧૬ ચેકપોસ્ટને કાયમી ધોરણે નાબૂદ કરવા, આઇ.ટી.આઇ. ખાતેથી શીખાઉ લાયસન્સની કામગીરી રૂ કરવા તેમજ આરટીઓમાં -ચલણ અને હેન્ડહેલ્ડ ડિવાઇસના ઉપયોગ દ્વારા કામગીરી વધુ પારદર્શી, વધુ ઝડપી બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ''ડિજીટલ ઇન્ડિયા'' અને ''-ગવર્નન્સ''ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લેવાયેલુ વધુ એક મહત્વપૂર્ણ પગલું છે તેમ કહેતાં વાઘાણીએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે વાહન વ્યવહાર ખાતા હસ્તકની ૧૬ ચેકપોસ્ટ કાયમી ધોરણે નાબૂદ કરી ચેકપોસ્ટના વિકલ્પરૂપે વાહનમાલિકો અને ટ્રાન્સપોર્ટરો ઉપર વિશ્વાસ મૂક્યો છે. રૂપાણી સરકારના નિર્ણયથી વાહનવ્યવહાર ઝડપી, કાર્યક્ષમ અને પારદર્શક બનશે. ચેકપોસ્ટ નાબૂદીના નિર્ણયથી લાખો વાહનચાલકોને સીધો ફાયદો થશે.

                               વાઘાણીએ જણાવ્યુ હતુ કે, શિખાઉ લાયસન્સની કામગીરી કે જે રાજ્યની ૩૬ આરટીઓ કચેરીઓમાં થતી હતી. તે હવે રાજ્યની ૨૨૧ આઇ.ટી.આઇ. ખાતે તેમજ ૨૬ પોલીટેકનિક ખાતે કરવામાં આવશે. જેથી નાગરિકોને હવે કામગીરી અર્થે જીલ્લા કક્ષાએ આરટીઓ ખાતે નહી પરંતુ તાલુકા કક્ષાએ આઇ.ટી.આઇ. ખાતેથી શિખાઉ લાયસન્સ મળી શકશે. શિખાઉ લાયસન્સની કામગીરી આઇ.ટી.આઇ. કક્ષાએથી કરવાથી નાગરિકોના સમયની પણ બચત થશે તેમજ કામગીરી વધુ ઝડપી બનશે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આર.ટી.. ચલણની કામગીરી મેન્યુઅલ પધ્ધતિને બદલે -ચલણ દ્વારા હેન્ડ હેલ્ડ ડીવાઇસથી કરવાના કારણે ગુન્હાવાર દરોની ગણતરી ઓટોમેટીક થશે, જેથી આર.ટી..ની કામગીરીની પારદર્શિતા વધશે અને લોકોની સુવિધામાં પણ વધારો થશે.

(8:36 pm IST)