Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

વિરમગામ તાલુકા ભાજપના પ્રમુખપદે કિરીટસિંહ ગોહિલ અને શહેર ભાજપ પ્રમુખ તરીકે નરેશભાઇ શાહની વરણી

શહેર ભાજપના મહામંત્રી મોતીસિંહ માધુસિંહ ઠાકોર, અને હિતેશભાઇ પ્રભુદાસ મુનસરાની વરણી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ: અમદાવાદ  જીલ્લા ભાજપની સૂચના મુજબ સંગઠન પર્વ અભિયાન અંતર્ગત સંગઠન સંરચનાના ભાગ રૂપે વિરમગામ તાલુકા ભાજપ અને વિરમગામ શહેર ભાજપના પ્રમુખ અને મહામંત્રીની જાહેરાત કરવામાં આવી હતી.

                 શ્રી સ્વામિનારાયણ ગૂરૂકુળ સોકલી ખાતે વિરમગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનની જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં વિરમગામ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે કીરીટસિંહ ગોહિલ, મહામંત્રી  રમેશભાઈ કો. પટેલ, મહામંત્રી દીપકભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંકલન સમિતી દ્વારા વિરમગામ શહેર ભારતીય જનતા પાર્ટી ના નવા સંગઠનની જવાબદારી સોંપવામાં આવી હતી. વિરમગામ શહેર ભાજપના પ્રમુખ તરીકે નરેશભાઈ શિવલાલ  શાહ,  મહામંત્રી મોતીસિંહ માધુસિંહ ઠાકોર, મહામંત્રી  હિતેશભાઇ પ્રભુદાસ મુનસરાની વરણી કરવામાં આવી હતી.

                   આ કાર્યક્રમમાં જીલ્લા સંરચના સહ અધિકારી શૈલેશભાઇ દાવડા, પુર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલ, વજુભાઇ ડોડીયા, માધુભાઇ ઠાકોર, નવદિપસિંહ ડોડીયા, પ્રમોદભાઇ પટેલ, મફાભાઇ ભરવાડ, લખુભા મોરી, નિલેશભાઇ ચૌહાણ, દિલીપભાઇ ધાધલ સહિતના કાર્યકર્તાઓ, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા અને  વિરમગામ તાલુકા અને શહેર ભાજપના નવા સંગઠનના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.  આ ઉપરાંત સોશિયલ મિડીયા દ્વારા પણ મોટી સંખ્યામાં લોકો દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે.

(7:13 pm IST)