Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સરકારી પુસ્તકાલય વિરમગામ ખાતે “રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભ કરાયો

ગાંધીજીનું જીવન ચરિત્ર અને સ્પર્ધાત્મક પુસ્તકોના પ્રદર્શનનો મોટી સંખ્યામાં વાંચકોએ લાભ લીધો

વિરમગામ: સરકારી પુસ્તકાલય વિરમગામ અને રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગ્રંથાલય ખાતુ ગુજરાત રાજ્ય ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત સરકારી પુસ્તકાલય વિરમગામ ખાતે ગાંધીજીનું જીવન ચરિત્ર અને સ્પર્ધાત્મક પુસ્તકોના પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો છે

  . સરકારી પુસ્તકાલય વિરમગામ ખાતે ૧૪ થી ૨૦ નવેમ્બર સુધી “રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે વિરમગામમાં આવેલ શૈક્ષણીક સંસ્થાઓના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, પુસ્તકાલયના નિયમીત વાચકો, સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ પંથકના લોકોમાં ગ્રંથાલય અભિગમ તથા ગ્રંથાલય ભિમુખ બને તેમજ પુસ્તક વાંચન રસ કેળવાય તેવા શુભ આશયથી વિરમગામ ખાતે પુસ્તકોનું પ્રદર્શન રાખવામાં આવેલ છે.

  પુસ્તક પ્રદર્શનમાં આવનારા લોકોને મદદનીશ ગ્રંથપાલ ટી.એન.સોલંકી, મનુભાઇ પરમાર, વિશાલ ભલગામડીયા, રાહુલ ભમાત, અમિત ઇન્દ્રપાલ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત આનંદ મંદિર સ્કુલના ચન્દ્રિકાબેન શ્રીમાળી દ્વારા પુસ્તકાલયની ઉપયોગીતા વિશે આગવી શૈલીમાં માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

(7:16 pm IST)