Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મહેમદાવાદના અરેરીમાં નજીવી વાતને લઈને બે કૌટુંબી ભાઈઓ બાખડ્યા: ડંડા-પાઈપોથી સામસામે હુમલો થતા ચાર શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત: પોલીસ ફરિયાદ દાખલ

મહેમદાવાદ:તાલુકાના અરેરી તાબે નવાઘરામાં રહેતાં ચૌહાણ પરિવારના બે કૌટુંબી ભાઈઓના પરિવાર વચ્ચે ખેતરના છેડેથી ચાર વાઢવા મુદ્દે ઝઘડો થયો હતો. સામાન્ય બાબતે થયેલ આ ઝઘડો ઉગ્ર બનતાં બંને પરિવારના સભ્યો ડંડા-પાઈપો લઈ સામસામે આવી જતાં મારમારીના દ્દશ્યો સર્જાયા હતાં. આ મારામારીમાં બંને પક્ષોના મળી કુલ ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના અરેરી તાબે નવાઘરામાં આવેલ દૂધની ડેરી નજીક શારદાબેન મંગળભાઈ ચૌહાણ પોતાના પરિવાર સાથે રહે છે. ગતરોજ બપોરના સમયે તેઓ પોતાના ઘરે હાજર હતાં તે વખતે તેમના ફળીયામાં જ રહેતાં કૌટુંબી દિયર જીગ્નેશભાઈ રઈજીભાઈ ચૌહાણ ગમેતેમ અપશબ્દો બોલી શારદાબેનના ઘરે આવી ચડ્યાં હતાં. અને તમે મારી માતા લીલાબેનને ખેતરના છેડેથી ચાર વાઢવાની કેમ ના પાડી તેમ કહી ઝઘડો કર્યો હતો. ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા જીગ્નેશભાઈએ લાકડાના ડંડાથી તેમજ ગડદાપાટુનો મારમારી શારદાબેનને ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

(5:37 pm IST)