Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતના બનાવમાં ભરખમ વધારો: 3 માર્ગ અકસ્માતમાં 9 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ખેડા:જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકમાં નડિયાદ તાલુકાના માંઘરોલી પાટીયા, જૂના બિલોદરા તેમજ કઠલાલ તાલુકાના ફાગવેલ પોરડા નજીક સર્જાયેલા જુદા-જુદા ત્રણ માર્ગ અકસ્માતોના બનાવોમાં કુલ નવ વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે જે તે પોલીસે ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના માંઘરોલી તાબે લ-મીપુરા સીમમાં રહેતાં હિતેશભાઈ ચંદુભાઈ સોલંકી તેમજ તેમના પાડોશમાં રહેતાં રામાભાઈ જીવતભાઈ સોલંકી, લીલાબેન જીવતભાઈ સોલંકી, અને ભીખાભાઈ બબુભાઈ સોલંકી ગતરોજ બપોરના સમયે ગામમાં જ રહેતાં રાજુભાઈ ચીમનભાઈ તળપદાની સીએનજી રીક્ષા ન.ં જીજે-૨૩, ડબલ્યુ-૩૧૦૪માં બેસી વણસોલથી માંઘરોલી તરફ જતાં હતાં. દરમિયાન માંઘરોલી પાટીયા ચોકડી નજીક ચાલકે પોતાની રીક્ષા પુરપાટ ઝડપે હંકારી કટ મારવા જતાં રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર હિતેશભાઈ, રામાભાઈ, લીલાબેન અને ભીખાભાઈ ઈજાગ્રસ્ત બન્યાં હતાં.

(5:36 pm IST)