Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સુરતના અડાજણમાં બ્રેન્ડેડ વૃદ્ધાએ પોતાના પાંચ અંગોનું દાન કરી અન્ય પાંચ લોકોને નવું જીવન આપી માનવતા દર્શાવી

સુરત:અડાજણમાં રહેતા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના વૃદ્ધા બ્રેનડેડ કર્યા બાદ તેમના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 5 વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક પ્રસારી સમાજને નવી દિશા બતાવી હતી.શનિવાર તા.9મીના કાંતાબેન અડાજણ TGB હોટલ પાસે આવેલી પેથોલોજી લેબોરેટરીમાં બ્લડટેસ્ટ કરાવીને તેમના પુત્રવધુ સાથે મોપેડ પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના ઘરની પાસે ચક્કર આવતા મોપેડ પરથી નીચે પડી જતા માથામાં ઇજા થઈ હતી. અમદાવાદની ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના ડોક્ટરોની ટીમ આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું હતું જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું.દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

(5:34 pm IST)