Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સુરતના ઈચ્છાપોરમાં કારને ધક્કો મારી રહેલ યુવાનને ટ્રેલરે હડફેટે લેતા કમકમાટીભર્યું મૃત્યુ: ટ્રેકર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના ઇચ્છાપોરમા આજે સવારે બગડેલી કારણે ધક્કો મારી રહેલા યુવાનને ટ્રેલરએ કચડી નાખતા મોતને ભેટયા હતા.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં ઇચ્છાપોરમાં જય રાજ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય નામદેવ ગુરૂનાથ ઝાવલે આજે સવારે ઇચ્છાપોર બસ સ્ટેન્ડ નંબર ત્રણ પાસે બગરી કારને પાછળથી ધક્કો મારીને લઈ જતા હતા. 

તે સમયે તેમને ટ્રેલરે હડફેટે લેતા ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને ટાંકી ડે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તે લક્ઝરી બસમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. 

(5:28 pm IST)