Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સુરત: રાંદેર કોઝવે નજીક ગુનાહખોરીનો રસ્તો મૂકી દેવાની સલાહ આપનાર મોટા ભાઈ પર નાના ભાઈનો હુમલો: મિત્ર સાથે મળીને ક્ષણવારમાં મોટાભાઈની હત્યાને આપ્યો અંજામ

સુરત: શહેરમાં રાંદેર વિયર કમ કોઝવે નજીક ગુનાખોરીના રસ્તો છોડવાની સલાહ આપી ઠપકો આપનાર મોટા ભાઇ પર નાના ભાઇ અને તેના મિત્રોએ ચપ્પુ વડે હુમલો કરી ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કર્યાની ઘટના રાંદેર પોલીસ મથકમાં નોંધાય છે.

રાંદેરના ગોરાટ રોડ વિયર કમ કોઝવે નજીક ઈકબાલ નગરમાં રહેતો આરીફ રહેમાન સૈયદ(ઉ.વ.38) કેટરર્સમાં નોકરી કરે છે અને તેના પરિવારમાં પત્ની, ત્રણ દીકરી અને એક દીકરો છે. 

આજે સવારના અરસામાં આરીફ લગ્ન પ્રસંગમાં કેટરર્સનું કામ પૂર્ણ કરી પરત ઘરે આવી રહ્યો હતો ત્યારે કોઝવે નજીક નાના ભાઇ અલતાફ સૈયદ અને તેના મિત્રોએ આરીફને વાતચીત કરવાના બ્હાને અટકાવ્યો હતો. 

(5:26 pm IST)