Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

હિંમતનગર: બી.ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી ફરજ બજાવી પતિ સાથે પરત ફરી રહેલ મહિલા કોન્સ્ટેબલની એક્ટીવાને ટ્રકે હડફેટે લેતા દંપતીનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજતા ચકચાર

હિંમતનગર:બી.ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહીલા કોન્સ્ટેબલ મંગળવારે સાંજે ફરજ પુરી કરીને પોતાના પતિના એક્ટીવા પર પ્રાંતિજ તાલુકાના વડવાસા ગામે જઈ રહ્યા હતા ત્યારે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલા સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલ એક આઈશરના ચાલકે એક્ટીવાને ટક્કર મારતા વડવાસનાના આ દંપતીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. અકસ્માતની ઘટના અંગે બુધવારે એ.ડીવીજન પોલીસે આઈશર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 વડવસા ગામના હર્ષ ઉર્ફે સાહીલ બકાભાઈ પટેલે નોધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ હિંમતનગર બી.ડીવીજન પોલીસ સ્ટેશનમાં  ફરજ બજાવતા શિતલબેન રમેશચંદ્ર પટેલ બુધવારે સાંજના સુમારે પોતાની ફરજ પુરી કરીને વડવાસા જવાના હતા. દરમ્યાન તેમના પતિ જીજ્ઞોશભાઈ ભગાભાઈ પટેલ કામ અર્થે બુધવારે હિંમતનગર આવ્યા હતા. જ્યાંથી તેમણે પોતાની પત્ની શિતલબેનને ઘરે લઈ જવા માટે એક્ટીવા પર બેસી મોતીપુરા વિસ્તારમાં આવેલી જીઆઈડીસીના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.

(5:25 pm IST)