Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

કલોલ પોલીસે ત્રણ જુદા-જુદા સ્થળોએ દરોડા પાડી જુગાર રમતા 11 શખ્સોને રંગે હાથે ઝડપ્યા:પાંચને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા

કલોલ:પોલીસે ત્રણ સ્થળોએ દરોડા કર્યા હતા. જેમાં ગાયોના ટેકરા પાસે જુગાર રમતા ૧૧ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ દરોડામાં અન્ય પાંચ શખ્સો ભાગી છૂટયા હતા. જ્યારે જુમ્મા મસ્જિદની પાછળ પણ પોલીસે દરોડો કરી ચાર જુગારીઓને રંગેહાથે ઝડપી લીધા હતા. ત્રીજા દરોડામાં છબીલા હનુમાન મંદિર પાસે પણ વરલીનો જુગાર રમાડતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. કુલ ૪૫ હજાર ઉપરાંતની રોકડ પોલીસે કબ્જે લઇ જુગારીઓની સામે કાર્યવાહી કરી હતી.

કલોલમાં ગાયોના ટેકરા પાસે આવેલા એક વાડામાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરી જુગાર રમતા મુકેશ અમરતભાઇ વાળંદ, દશરથજી ગોવિંદજી ઠાકોર, જેશંગજી ધિરાજી ઠાકોર, રણજીત જી. ગણેશજી ઠાકોર, ગોપાલજી આત્મારામ ઠાકોર, રાયમલ સવજીભાઇ પ્રજાપતિ, જગદીશ કાળાજી ઠાકોર (રહે.મોટો ઠાકોર વાસ), જોની દોલત રામ સિંધી રહે. મંગળ ગિરધર પ્રેસ, ઉમેશજી ગાંડાજી ઠાકોર, વિજયજી બાબુજી ઠાકોર રહે.મોટો ઠાકોર વાસ, સંજય કનુજી ઠાકોર રહે.અભૂજીનું પુરુંને રંગેહાથે ઝડપી લીધા હતા. જો કે બાબુજી કરસન જી ઠાકોર, હિતેશજી રણછોડજી ઠાકોર, ખોડાંજી કનુજી ઠાકોર, કરસનજી પતાપજી ઠાકોર, રાકેશજી જયંતિ જી ઠાકોર પોલીસને થાપ આપી ભાગી છુટયા હતા. 

(5:25 pm IST)