Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

નડિયાદની પ્રખ્યાત મફતલાલ મિલમાં અગમ્ય કારણોસર આગ ભભૂકતા અફડાતફડી: કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો: કરોડના નુક્શાનની આશંકા

નડિયાદ:શહેરની જાણીતી મફતલાલ મીલમાં આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી.જો કે નડિયાદ ફાયર બ્રિગ્રેડ ઘટના સ્થળે પહોચી આગ ઓલવવાની ભારે જહેમત ઉઠાવી હતી.આ  આગના કારણે કરોડો રૂપિયાના નુકશાનની આશંકા મીલના મેનેજરે વ્યક્ત કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરની મફતલાલ મીલમાં આજે સવારના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં અચાનક ભયાનક આગ લાગી હતી.આથી તરત જ નડિયાદ ફાયર બ્રિગ્રેડને બનાવ અંગે જાણ કરતા ફાયરબ્રીગેડની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. જ્યાં ટીમે આગ ઓલવવાની કામગીરી આરંભી હતી.

(5:24 pm IST)