Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

અમદાવાદમાં વિદેશ મોકલવાની લાલચ આપી છેતરપિંડી આચરવાનું વધુ એક કૌભાંડ ઝડપાયું: 18 લાખ પડાવનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી

અમદાવાદ: શહેરમાંથી કબુતરબાજીનું વધુ એક કૌભાંડ પકડાયું છે, જેમાં છ યુવકોને દુબઇ મોકલવાની લાલચ આપીને રૂ. ૧૮ લાખ પડાવનારી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. મહિને સવા લાખ પગારની વાત કરીને વિશ્વાસ કેળવવા માટે વોટ્સએપ ઉપર બોગસ ઓફર લેટર અને વિઝાના કાગળો મોકલી આપ્યા હતા. આ ટોળકીએ વિદેશ  પણ નહી મોકલીને છેતરપીંડી કરી હતી.

આ કેસની વિગત એવી છે કે જૂના વાડજ સોરાબજી કમ્પાઉન્ડમાં રહેતા અને દૂધેશ્વર વિસ્તારમાં ચાની કેન્ટીન ચલાવતા અનીલકુમાર ગીરધારલાલ ભાટીએ ક્રાઇમ બ્રાંચમાં નારણપુરા શાસ્ત્રીનગર શાકભાજીની સામે  ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા શર્લીબહેન ગીલબર્ટ અને નારણપુરા સોલા રોડ પર પ્રતિક્ષા એપાર્ટમેન્ટમાં રહેતા યોગેશભાઇ શાહ તથા તેમના પત્ની  નિનાબહેન શાહ તેમજ  મુંંબઇ ખાતે રહેતા ઇરફાન અબ્દુલ સત્તાર દલવી સામે ફરિયાદ નોધાવી છે કે  ઉપોક્ત શખ્સોની અઢી વર્ષ પહેલા દૂશ્વેવર એક કાફેમાં નોકરી કરતા યોગેશભાઇ શાહ સાથે પરિચ તય થયો હતો. તેઓએ પોતાનો દિકરો દુબઇમાં નોકરી કરતો હોવાની વાત કરી હતી તેમણે ફરિયાદીના બે દિકરાને દુબઇ મોકલવાની વાત કરી હતી.

(5:22 pm IST)