Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

બનાસકાંઠાના સુઇગામ, દિયોદર, ઢીમા, વાવ, થરાદ સહિતના વિસ્‍તારોમાં વાવાઝોડા સાથે વરસાદથી ભારે નુકશાન

સુઇગામ: બનાસકાંઠામાં ફરી એકવાર ગઇકાલે કમોસમી વરસાદ આવ્યો હતો. સુઇગામ, દિયોદર, ઢીમા, વાવ, થરાદ સહિતના વિસ્તારોમાં બપોર બાદ વરસાદ આવ્યો હતો. જેમાં ખેડુતોને ભારે નુકશાન થયુ છે.

                 સુઇગામ તાલુકાના ઉચોસણ ગામમાં મોડીરાત્રે આવેલા ભારે વરસાદી એક મકાનના પતરા ઉડી જતાં પરિવાર બેહાલ થયો છે. હાલના તબક્કે સુઇગામ તાલુકા વિકાસ અધિકારી પાસે સહાયની માંગણી કરવામાં આવી છે.

                 બનાસકાંઠા જીલ્લાના સુઇગામ પંથકમાં ગઇકાલે આવેલા વરસાદથી મોટુ નુકશાન થયુ છે. સુઇગામ તાલુકાના ઉચોચણ ગામે ગઇ કાલે આવેલા ભારે પવન સાથેના વરસાદથી ઠાકોર પ્રતાપજી પોપટજીના ઘરના પતરા ઉડી ગયા હતા. ઘરના પતરા ઉડી જવાથી પોપટજીને અંદાજીત લાખ રૂપિયા જેટલુ નુકશાન થયુ હોવાનું મનાય છે. હાલ ટીડીઓ જોડે સહાયની માંગણી પણ કરવામાં આવી છે.

(5:15 pm IST)