Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ગોબલજ ખાતે હિન્‍દુસ્‍તાન કોકા-કોલા બેવરેજીસ ઉત્‍પાદન સવલત

અમદાવાદ : ગોબલજ ખાતેની ઉત્‍પાદન સવલત ગુજરાતમાં ખેડા જિલ્લાના ઔદ્યોગિક વિસ્‍તારમાં આવેલી છે. ફેકટરી અનેક શ્રેષ્‍ઠ સિસ્‍ટમ્‍સ ટેકનોલોજીઓ અને પ્રેકટીસીસનું એકનું નિદર્શન કરે છે. જે એચબીસીબીએ બેવરેજીસને  ભારતમાં વધુમાં વધુ લોકો પ્રેમ અને પ્રશંસા કરે તેવુ બનાવવા માટે અપનાવી છે. નટશેલમાં એચસીસીબી ગોબલજ : રાઈસ ઈન્‍ટેસીફીકેશનની સિસ્‍ટમનું અમલીકરણ (એસઆરઆઈ) ટેકનીક પોતાના મોડેલ વિલેજ પ્રોગ્રામ હેઠળ એચસીસીબીએ ડેવલપમેન્‍ટ સપોર્ટ સેન્‍ટર ઈન્‍ડિયા (ડીએસસી) એ તાજેતરમાં જ ગોબલજના ખેડૂતો સામે રાઈસ ઈન્‍ટેસીફીકેશનની સિસ્‍ટમ (એસઆરઆઈ) રજૂ કરી હતી. એસઆરઆઈને હાલમાં ભારત સહિત આશરે ૨૦ દેશોમાં લાગુ પાડવામાં આવી છે. ગોબલજ ગામની અંદર અને આસપાસ આશરે ૨૦૦ જેટલા  ખેડૂતોને આનાથી પહેલથી જ લાભ થયો છે. ગોબલજ ફેકટરીએ ૨૦૧૯માં બનાવ વિના ગુમાવેલા ૧૦ મિલીયન કલાકો હાંસલ કર્યા છે. જેનો અર્થ એ છે કે ગુમાવેલા સમયમાં ઈજા થઈ નથી અલબત કામદારને ઈજા થવાને કારણે એક દિવસનું નુકશાન થયુ નથી. વેરહાઉસ ખાતે વિશિષ્‍ટ ઓટોમેટીક સ્‍ટોરેજ અને રીટ્રાઈવલ સિસ્‍ટમ (એએસઆરએસ) સ્‍વયં સંચાલિત સ્‍ટોરેજ અને પુનઃ પ્રાપ્‍તિ સિસ્‍ટમ છે. જેમાં વિવિધ પ્રકારના કોમ્‍પ્‍યુટર નિયંત્રિત સિસ્‍ટમ્‍સનો નિર્ધારીત સ્‍ટોરેજ સ્‍થળો પરથી સ્‍વયંસંચાલિત રીતે મૂકવા અને પુનઃપ્રાપ્‍તિ સ્‍થાનોનો સમાવેશ થાય છે.

 ૧૨ હજાર પ્‍લેટ્‍સ ક્ષમતા અને ૪૦૯ પ્‍લેટસની ઉત્‍પાદન ગતિ સાથે ગોબલજ ખાતેની એએસઆરએસ સૌપ્રથમ આવી સિસ્‍ટમ છે. ફેકટરી દ્વારા લેવામાં આવેલ હરીયાળી પહેલ. એચસીસીબી એ ઉર્જા સંચય માટે અશ્‍મિભૂત ઈંધણને બદલે એગ્રોવેસ્‍ટ કોલસાવાળી ઈંટો અને પ્‍લેટ્‍સને બોઈલરના ઈંધણ તરીકે અપનાવ્‍યુ છે.

(3:52 pm IST)