Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

૫૦-૬૦ વર્ષોના વયજૂથમાં ડાયાબીટીસનું પ્રમાણ સૌથી વધુ : સંજીવની મેટ્રોપોલીસ

અમદાવાદ : સંજીવની મેટ્રોપોલીસ લેબોરેટરી દ્વારા રાજકોટમાં ૨૪ મહિના કરતા વધુ સમયગાળામાં એચબીએવનસી માટે કુલ ૩૭,૫૪૨ સેમ્‍પલોનું પરીક્ષણ કરવામાં આવ્‍યુ હતું. જેમાંથી ૨૬ ટકા સેમ્‍પલ્‍સમાં ડાયાબીટીસ નિયંત્રણ હેઠળ ન હોવાનું જણાયુ હતું. આ અભ્‍યાસ અંગે ટિપ્‍પણી કરતા સંજીવની મેટ્રોપોલીસ રાજકોટના ચીફ પેથોલોજીસ્‍ટ ડો.કીરીટ પટેલે જણાવ્‍યુ હતું કે ડાયાબીટીસ ભારતમાં વધી રહેલો પડકાર છે. ૨૦ અને  ૭૦ વર્ષના વય જૂથમાં આશરે ૮.૭ ટકા વસ્‍તી ડાયાબીટીસથી પીડાય છે. ડાયાબીટીસ તથા અન્‍ય બીનચેપી બિમારીઓનું વધી રહેલા પ્રચલન માટે ઝડપી શહેરીકરણ, બેઠાણુ જીવનશૈલી, બિનઆરોગ્‍યપ્રદ આહાર તથા દારૂ અને તમાકુનું અનિયંત્રિત સેવન જેવા પરિબળો જવાબદાર છે.

ડાયાબીટીસના વ્‍યવસ્‍થાપન માટે જીવનશૈલીમાં દરમિયાનગીરી (ઉંઘ, કસરત અને આહારમાં સુધારા)ની સાથે નિયમિત દેખરેખ જરૂરી બની રહે છે. ડાયાબીટીસ પર અપૂરતા નિયંત્રણનું પ્રમાણ ૫૦ થી ૬૦ વર્ષના વય જૂથમાં સૌથી ઉંચુ ૩૦.૭ ટકા જણાયુ હતું પછી ૬૦ થી ૭૦ વર્ષના ૩૦ ટકા અને ૪૦ થી ૫૦ વર્ષ આશરે ૨૯ ટકા વયજૂથના લોકો હતા.

૨૦ થી ૩૦ વર્ષમાં વય જૂથમાં આ પ્રમાણ સૌથી નીચુ ૧૭.૫ ટકા હતું પરંતુ રસપ્રદ બાબત એ છે કે પુરૂષોની તુલનામાં મહિલાઓમાં ડાયાબીટીસનું પ્રમાણ ઓછુ હોવાની સાથેસાથે આ બિમારીની સંભાળ લેવામાં પણ તેઓ પુરૂષો બહેતર હતી તમામ સેમ્‍પલ્‍સમાં ૩૩.૭ ટકા મહિલાઓ ડાયાબીટીસ હતી જયારે પુરૂષોમાં ૩૦.૯ ટકા પુરૂષો ડાયાબીટીસ પર પુરતુ નિયંત્રિત ધરાવતા ન હતા તેની સામે મહિલાઓની ટકાવારી ૨૬ ટકા હતી.

(3:52 pm IST)