Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

વડોદરામાં ટ્યુશન ક્લાસના સંચાલક દેવીપ્રસાદ પાંડેએ ગળેફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર

ઇલેક્ટ્રિકના સ્વિચ બોર્ડ ઉપર 'ફાયનાન્સ પ્રોબ્લમ' લખ્યું

વડોદરાનાં ગોત્રી વિસ્તારમાં રહેતા 45 વર્ષનાં ટ્યુશન ક્લાસ સંચાલક દેવીપ્રસાદ રામકૃષ્ણ પાંડેએ ગઇકાલે રાતે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. દેવીપ્રસાદે આપઘાત કરતા પહેલા સ્વિચ બોર્ડ પર 'ફાયનાન્સ પ્રોબલેબ' લખ્યું હતું. ગોત્રી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
 આ મામલે મળતી માહિતી પ્રમાણે વડોદરાનાં ગોત્રી રોડ એ-52, દર્શનમ રેવન્તા સોસાયટીમાં દેવીપ્રસાદ રામકૃષ્ણ પાંડે પત્ની વર્ષાબેન અને માતા સુનિતાબેન સાથે રહેતા હતા. તેઓ ટ્યુશન ક્લાસ ચલાવતા હતાં. પત્ની પણ નોકરી કરતી હતી. પત્ની ગુરૂવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ નોકરી પર ગયા હતા. માતા સુનિતાબેન કામથી બહાર ગયા હતા. તે દરમિયાન રાત્રે 8 વાગ્યાની આસપાસ દેવીપ્રસાદે આ અંતિમ પગલું ભર્યું હતું. તેમણે પોતાના મકાનનાં પહેલા માળે પંખા સાથે ઓઢણીથી ગળે ફાંસો ખાઇ લીધો હતો.
આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે ગુનો નોંધીને ફરિયાદ નોંધી છે. આ અંગે તેઓએ વધુ તપાસ હાથ ધરી છે. દેવીપ્રસાદનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, દેવીપ્રસાદે આપઘાત પહેલા ઘરના ઇલેક્ટ્રિકના સ્વિચ બોર્ડ ઉપર 'ફાયનાન્સ પ્રોબ્લમ' લખ્યું હતું. જેથી આર્થિક ભીંસનાં કારણે આપઘાત કર્યો હશે. જોકે, પોલીસ હાલ પરિવાર અને આસપાસનાં લોકોની પૂછપરછ કરી રહી

(1:25 pm IST)