Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ધાનેરા નાગરપાલિકાના પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કો : સભામાં દરખાસ્ત પસાર કરાવવામાં ભાજપ નિષ્ફળ

ભાજપના નેતાએ ભ્રષ્ટ્રાચાર સહિતના આક્ષેપો કરી દરખાસ્ત રજૂ કરી પરંતુ સભામાં સફાઈ બાબતે દરખાસ્ત કરી હોવાનો રાગ આલાપ્યો

ધાનેરા : ધાનેરા નગરપાલિકા કચેરી ખાતે અવિશ્વાસની દરખાસ્ત માટે ખાસ બેઠક બોલાવામાં આવી હતી.જેમાં અવિશ્વાસ ની દરખાસ્ત પસાર કરવા માટે ભાજપ નિષ્ફળ સાબિત થયું હતું. તાજેતરમાં વર્તમાન નગરપાલિકા પ્રમુખ યૂશુફખાન બેલીમ વિરુદ્ધ નગરપાલિકા વિરોધ પક્ષના ભાજપના નેતા હીરાભાઈ ઠક્કર સહિત ૧૧ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી.જેને લઈ ધાનેરા નગરપાલિકા ઉપપ્રમુખ વસંતીબેન ગલચરના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા બોલવામાં આવી હતી.જેમાં વર્તમાન પ્રમુખ યૂશુફખાન બેલીમ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત માટે મતદાન કરાવતા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે ભાજપના ૧૧ સદસ્યોએ આંગળી ઊંચી કરી મતદાન કરતા ૧૯ સભ્યો સામે માત્ર ૧૧ સભ્યો હોવાથી આ અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ શકી ન હતી

  . ધાનેરા નગરપાલિકા મુખ્ય અધિકારી એસ.એમ. અંસારી વધુ માહિતી આપી હતી. ભાજપના વિરોધ પક્ષના નેતાએ વર્તમાન પ્રમુખ સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો કરી આ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી.જો કે સામાન્ય સભામાં સફાઈ બાબતે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી હોવાનો આલાપ કરતા નજરે પડ્‌યા હતા. બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ અને કોંગ્રેસ વતી બળવંતજી બારોટએ આજે વર્તમાન નગરપાલિકા પ્રમુખને ભાજપના વિરોધ પક્ષના નેતા હેરાન કરતા હોવાનું જણાવી હીરાભાઈ પોતાનું દબાણ રેગ્યુલર કરાવવા માટે આ અવિશ્વાસ દરખાસ્ત મૂકી હોવાની ગંભીર બાબત પુરાવા સાથે રજૂ કરતા ધાનેરાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.સાથે ધાનેરા ભાજપ શહેર પ્રમુખ એ પણ દબાણ કર્યું હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યુ હતું.

(1:02 pm IST)