Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

અમદાવાદ દૂરદર્શન અને સાયન્સ સિટી સહિતના સ્થળોએ મચ્છરના બ્રીડીંગ મળ્યા : દંડ ફટકારાયો

કુલ 781 જગ્યાએ સર્વે : 120ને નોટિસ ફટકારાઇ : 4,37 લાખનો દંડ વસૂલાયો

ફોટો machhar

અમદાવાદ : અમદાવાદમાં વકરતા રોગચાળા વચ્ચે  મ્યુનીસીપલ હેલ્થ વિભાગે શહેરની વિવધ જગ્યાઓ પર મચ્છરોના બ્રીડીંગ અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં શહેરમાં આવેલા વિવિધ હોસ્પિટલ, રેસ્ટોરેન્ટ, મોલ, મલ્ટીપ્લેક્ષ, અને અન્ય જાહેર સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. કુલ ૭૮૧ જગ્યાઓ પર સર્વે હાથ ધરાયો હતો. જેમાંથી ૧૨૦ ને નોટીસ આપી હતી. અને ૪.૩૭ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

 દુરદર્શન અને સાયન્સ સિટી ખાતે પણ ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યાં મચ્છરના બ્રીડીંગ મળી આવ્યા હતા. બંનેને 10,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિરાટનગર સરદાર મોલ ના પાર્કિંગ માં પણ મચ્છરનું બ્રીડીંગ મળી આવ્યું હતું. આખું કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવ્યું હતું.

  આ ઉપરાંત સાબરમતી ખાતે આવેલ સૃષ્ટિ આર્કેડ, રણજીત બિલ્ડકોન -બાપુનગર, હોટેલ જીંજર -થલતેજ, ગુજરાત ફાઉન્ડ્રી-રામોલ, બજરંગી નર્સરી-થલતેજ, પશુપાલન ભવન-સરખેજ, દીવા હોસ્પિટલ -પાલડી, એપોલો સિટી હોસ્પિટલ- પાલડી, અમુલ ગાર્ડન-ઘાટલોડિયા, વિગેરે ને પણ દંડ કરવામાં આવ્યો હતો

(12:42 pm IST)