Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ગુજરાતમાં સ્વાઈન ફ્લૂએ હાહાકાર મચાવ્યો : નવેમ્બરના પહેલા સપ્તાહમાં 4841 કેસ નોંધાયા: 192 લોકોના મોત

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં સ્વાઇન ફ્લુના 22,905 કેસ નોંધાયા જ્યારે 1251ના સ્વાઈન ફ્લુથી મોત

અમદાવાદ : ગુજરાતમાં સ્વાઈન ફ્લુએ આ નવેમ્બરથી જ હાહાહાકાર મચાવ્યો છે ગુજરાતમાં નવેમ્બરના પહેલા અઠવાડિયામાં જ 4841 કેસ નોંધાઈ ચુક્યા છે અને 192ના મોત થઈ ચુક્યા છે. ત્યારે ગુજરાત સ્વાઈન ફ્લુથી મોતમાં ચોથા નંબરે છે. હજુ તો શિયાળાની શરૂઆત છે ત્યાંરે આટલા કેસ જોઈને સ્વાઈનફ્લુ કેવો હાહાકાર મચાવશે તેનો અંદાજો આવે છે

  સ્વાઈન  ફ્લુએ આ નવેમ્બરથી જ હાહાહાકાર મચાવ્યો છે ગુજરાતમાં નવેમ્બરના પહેલા અઠવાડિયામાં જ 4841 કેસ નોંધાઈ ચુક્યા છે અને 192ના મોત થઈ ચુક્યા છે. ત્યારે ગુજરાત સ્વાઈન ફ્લુથી મોતમાં ચોથા નંબરે છે. હજુ તો શિયાળાની શરૂઆત છે ત્યાંરે આટલા કેસ જોઈને સ્વાઈનફ્લુ કેવો હાહાકાર મચાવશે તેનો અંદાજો આવે છે

  2015થી ઓક્ટોબર 2019 એમ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં સ્વાઇન ફ્લુના 22,905 કેસ નોંધાયા છે. જ્યારે 1251ના સ્વાઈન ફ્લુથી મોત થયા છે. ગુજરાતમાં આ વર્ષે સરેરાશ એક માસમાં 484 લોકો સ્વાઇન ફ્લુની ઝપેટમાં આવ્યા છે જેમાંથી 15ના મૃત્યુ થયા છે.

 વર્ષ  2015માં સ્વાઇન ફ્લુથી સૌથી વધુ 517 જ્યારે ત્યારબાદ 2017માં 431ના મૃત્યુ થયા હતા. આ સિવાય 2018માં 97 અને 2016માં 55 વ્યક્તિએ સ્વાઇન ફ્લુ સામે જીવ ગુમાવ્યો હતો.

 આ વર્ષે સ્વાઇન ફ્લુથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં રાજસ્થાન 208 સાથે બીજા, મધ્ય પ્રદેશ 165 સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે ગુજરાતનો નંબર ચોથો છે.

(5:20 pm IST)