Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

અમદાવાદની અંકુર સ્કુલમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ : ટ્રસ્ટીનો પુત્ર વિરાજ દેસાઈ મુખ્ય સુત્રધાર: છ શખ્શોની ધરપકડ

જમીન દલાલીના ધંધામા નુકસાન ગયુ હોવાથી કોલસેન્ટર શરૂ કર્યાની વાત

 

અમદાવાદ : અમદાવાદની અંકુર સ્કુલમાં ગેરકાયદે કોલ સેન્ટરનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. જેમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં પકડાયેલો મુખ્ય આરોપી વિરાજ ભાજપના યુવા મોર્ચા સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યુ છે.

 અંગે મળતી વિગત મુજબ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ખ્યાતનામ અંકુર સ્કુલમાં દિવસે તો શિક્ષણના પાઠ ભણાવાતા પરંતુ રાત પડતા સ્કુલના ટ્રસ્ટીનો પુત્ર વિરાજ તેની ટીમ સાથે લેપટોપ સહિતનો સામાન લઇને સ્કુલમાં એન્ટ્રી મેળવી લેતો અને ચલાવતો હતો કોલ સેન્ટરનો કાળો કારોબાર. છેલ્લા 1 મહિનાથી ધમધમતા કોલ સેન્ટરનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કરતાની સાથે કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. સાયબર ક્રાઇમે ગોરખધંધા રૂપી કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને મુખ્ય સુત્રધાર વિરાજ દેસાઇ (ટ્રસ્ટીનો પુત્ર, ભાજપ યુવા મોર્ચા સાથે સંકળાયેલ) મોનુ ઓઝા (ટેકનિકલ એકસપર્ટ) રોહિત ભાટી મંથન ખટીક અજીતસિંહ ચૌહાણ પ્રદિપ ચૌધરી અને ની ધરપકડ કરાઇ છે

આરોપી પાસેથી પોલીસે 6 લેપટોપ અને બે રાઉટર પણ કબ્જે કર્યા છે.

અમેરિકાના સોશિયલ સિક્યુરીટી એડમિનીસ્ટ્રેશનના નામે લોકોને ફોન કરી તમારી ગાડીમાંથી ડ્રગ્સ અને લોહીના ડાઘ મળ્યા છે તેમ કહી રૂપિયા પડાવતા હતા. ઉપરાંત આરોપીઓએ અમેરિકાની ગ્રીન ડે ઓનલાઈન ડોટ કોમ નામની ઓરિઝનલ વેબસાઈટની ક્લોન વેબસાઈટ બનાવી હતી. જેનું નામ યુએસનેટકેસલોન ડોટ કોમ હતું. જેથી તેઓ લોન માટે અરજી કરનાર અરજદારોનો સીધો સંપર્ક મેળવી શકતા હતા ત્યારબાદ ઠગબાજો લોન આપવાના બહાને છેતરપિંડી કરતા હતા.

કોલ સેન્ટરનો મુખ્ય સુત્રધાર પોતે સ્કુલના ટ્રસ્ટીનો પુત્ર હોવાથી તે રાત્રી દરમિયાન આસાનીથી પ્રવેશ મેળવીને કોલ સેન્ટર ચલાવતો હતો જ્યારે પિયૂનને કોલર તરીકે કામે રાખ્યો હતો. તો વિરાજ દેસાઇ પોતે ભાજપ યુવા મોર્ચા સાથે સંકળાયેલ હોવાની વિગતો પણ બહાર આવી છે અને તે ફેસબુદના માધ્યમથી કેટલાક આરોપીઓના સંપર્કમાં હોવાની પણ વિગતો સામે આવી છે. જમીન દલાલીના ધંધામા નુકસાન ગયુ હોવાથી કોલસેન્ટર શરૂ કર્યાની વાત પોલીસ તપાસમાં સામે આવી છે. ત્યારે કાળા કારોબારમાં સ્કુલના કોઇ અન્ય સતાધીશોનો સમાવેશ છે કે નહીં તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:17 pm IST)