Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

અમદાવાદના વટવામાં મોબાઈલ ચોરીના ત્રણ આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લેવાયા

અશરફ અગાઉ શામળાજી પોલીસ મથકે અને સલમાન નારોલ પોલીસ મથકે પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ

અમદાવાદના વટવા વિસ્તારમાં થોડાક સમય પહેલા એક મોબાઈલની દુકાનમાં ચોરી થઈ હતી. જે મામલે પોલીસે તપાસ આરંભી અને ગણતરીના સમયમાં ચોરીના ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે  અસરફ, સલમાન અને ગુડ્ડુ. નામના આરોપીઓને ઝડપી લીધા છે

   સીસીટીવી ફુટેજમાં જોઈ શકાતું હતું કે કેવી રીતે ચોરો મોઢા પર બુકાની બાંધીને આવે છે. અને મોબાઈલ શોપમાં ચોરી કરીને ફરાર થઈ જાય છે.

    આરોપીઓ પૈકી અશરફ અગાઉ શામળાજી પોલીસ મથકે અને સલમાન નારોલ પોલીસ મથકે પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ છે. ત્રણેય આરોપીઓ સિવાય કોઈ અન્યની ગુનામાં સંડોવણી છે કે નહી તે વિશે પોલીસ તપાસ કરી રહી છે.

 

(10:38 pm IST)