Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

દૂધના સેમ્પલમાં મળેલા એન્ટીબાયોટિક માટે સરકારની ઢીલીનીતિ જવાબદાર: કોંગ્રેસનો આરોપ

અમદાવાદ :દુધના સેમ્પલમાં મળી આવેલા એન્ટીબાયોટીક અંગે કોંગ્રેસે સરકારની ઢીલી નીતિને જવાબદાર ઠેરવી છે. વિપક્ષનું કહેવું છે કે સરકાર દ્વારા સફેદ દુધનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. કુદરતી દુધ કરતાં વધારે દુધ મેળવવા માટે દુધ સંઘો દ્વારા ઇન્જેક્શન આપવામાં આવે છે. સેમ્પલમાં જે કેમીકલ વધારે નીકળ્યું છે તે માનવ શરીર માટે હાનીકારક છે.

    કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કરતા કહ્યું કે સફેદ દુધના કરોડોના વેપાર સાથે સંકળાયેલ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને સરકાર આંખ આડા કાન કરી રહી છે.

  કોંગ્રેસે માંગણી કરી કે આ ઘટનામાં જવાબદાર લોકો સામે ફુડ સેફ્ટી એક્ટ હેઠળ પગલાં લેવા જોઇએ. જોકે સરકાર માટે ફુ઼ડ સેફ્ટી એક્ટ માત્ર હપ્તા ઉઘરાવવાનું સાધન બન્યું છે.

(12:03 am IST)