Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

સુરત બીઆરટીએસ રૂટમાં પ્રતિબંધ છતાં જીએસટી વિભાગની કાર ઘુસી :એંટ્રી ગેટ બંધ હોવાથી કાર ફસાઈ

જાગૃત લોકોએ ગાડી રોકી પોલીસને જાણ કરતા અધિકારીએ કારમાંથી ઉતરી ચાલતી પકડી

સુરત :બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોના પ્રતિબંધ હોવા છતાં જીએસટી વિભાગની કાર ઘુસી હતી બીઆરટીએસ રૂટમાં પ્રવેશેલી જીએસટી વિભાગના અધિકારીની ગાડી ઓટોમેટિક એન્ટ્રી ગેટ હોવાના કારણે ફસાઇ ગઇ હતી.

 બીઆરટીએસ રૂટ પર ફસાયેલી ગાડીના ચાલક અને અધિકારીનો કારણે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે સામાન્ય વાહન ચાલકો બીઆરટીએસ રૂટમાં પ્રવેશ કરે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે અધિકારીઓને કંઇ નહીં તેવા આક્ષેપો સાથે લોકોએ પણ જીએસટી અધિકારીને ની ગાડીને રોકી પોલીસને જાણ કરી હતી.જોકે પોલીસ આવે તે પહેલાં અધિકારીએ ગાડીમાંથી ઉતરી ચાલતી પકડી હતી

   આ સમયે ઘટના સ્થળે પહોંચેલી ખટોદરા પોલીસ ચાલક સહિત ગાડી ખટોદરા પોલીસ મથકે લઈ ગઈ હતી. જ્યાં પોલીસ દ્વારા બીઆરટીએસ રૂટમાં ગેરકાયદે પ્રવેશ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. અને ગાડીના કોન્ટ્રાકટર સામે દંડની કાર્યવાહી કરીને રૂપિયા 1500નો દંડ કરાયો હતો.

(10:50 pm IST)