Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

સુરતમાં બાળ મજૂર હટાવો દેશ બચાવોના બેનર સાથે જન જાગૃતિ રેલી

સુરતમાં ટેકસટાઇલ, ડાયમંડ, રિયલ એસ્ટેટ જેવા મોટા મોટા ઉદ્યોગો અને ખાટલી વર્ક જેવા નાના નાના ઉદ્યોગોમાં કામ કરવા વાળા ચાઈલ્ડ લેબરની સંખ્યા ત્રણ વર્ષમાં 34 આંકડો ઘટીને 5 પર પહોંચ્યો છે. લેબર વિભાગ સતત લોકોને જાગૃત કરવાનું કામ કરેજ છે. સાથે સાથે મુક્ત કરાયેલા ચાઈલ્ડ લેબરને ભણતર પણ પૂરું પાડે છે. ચાઈલ્ડ દિવસે પણ રેલી કાઢી લોકોને જાગૃત કરાયા હતા.

ચાઈલ્ડ લેબરને લઈને સરકાર ગંભીર છે. ચાઈલ્ડ લેબરને અંકુશમાં લેવા સરકારે નેશનલ ચાઈલ્ડ લેબર પ્રોજેકટ અંતર્ગત 20 શાળાઓ ચાલે છે. જે શાળાએ નહીં જતા હોય તેવા 6 થઈ 14 વર્ષના બાળકો આ શાળા મા ભણી શકે છે. સરકારે સુરત સહિત રાજ્યના 9 જિલ્લામાં આ શાળા શરૂ કરી હતી. વર્ષ 2016મા સહિયારી કૂચ અંતર્ગત કરવામાં આવેલી 9 રેડમાં 34 બાળ મજૂરો મળી આવ્યા હતા. વર્ષ 2017 મા 10 રેડ કરવામાં આવી હતી. જેમાં 11 બાળ મજૂરો મળી આવ્યા હતા. ત્યારબાદ 2018મા 14 રેડ કરવામાં આવી. જેમાં 5 બાળ મજૂરો મળી આવ્યા.

(9:00 pm IST)