Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ઠંડીના ચમકારાની વચ્ચે હવે લોકો ગરમ વસ્ત્રોમાં સુસજ્જ

લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાના સંકેત : મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો

અમદાવાદ,તા. ૧૪ : અમદાવાદની સાથે સાથે રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં હવે ઘણી જગ્યાએ ઘટાડો થઇ રહ્યો છે. મોડી રાત્રે તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળે છે. હવે સવારના ગાળામાં પણ ઠંડા પવનોનો અનુભવ થઇ રહ્યો છે. મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. તાપમાનમાં આગામી બે દિવસ દરમિયાન કોઇ મોટા ફેરફારની શક્યતા દેખાઈ રહી નથી પરંતુ ઠંડા પવનોના લીધે ફુલગુલાબી ઠંડીનો અનુભવ હવે લોકોને થઇ રહ્યો છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૭.૬ અને મહત્તમ તાપમાન ૩૪.૩ ડિગ્રી રહ્યું હતું. રાજ્યમાં વલસાડમાં લઘુત્તમ તાપમાન ૧૬.૧ ડિગ્રી થઇ ગયું હતું. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. દિવાળી પર્વ પર ટાઈમ ટેબલ ખોરવાઈ ગયા બાદ હવે ફરીવાર લોકો સાવધાન બન્યા છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. લઘુત્તમ તાપમાનમાં પણ ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. અલબત્ત લઘુત્તમ તાપમાનમાં કોઇ વધુ ઘટાડો થઇ રહ્યો નથી પરંતુ વહેલી સવારમાં અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બપોરના ગાળામાં હજુ પણ લોકોને ઓછા પ્રમાણમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આમ હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે. વહેલી સવારમાં લોકો ફિટનેસને જાળવવા માટે પણ વધુ સાવધાન બન્યા છે અને ટાઈમ ટેબલ બનાવી રહ્યા છે. ઠંડીની શરૂઆત થતા ફિટનેસ જાળવવા માટેનો આ સર્વશ્રેષ્ઠ ગાળો હોવાથી જરૂરી નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં હવે ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં વહેલીસવારે અને મોડીની રાત્રે ઠંડીનો જોરદાર ચમકારો લોકોને લાગવા લાગ્યો છે. હાલમાં ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળતાં લોકો ખુશનુમા વાતાવરણનો લ્હાવો માણવા મળી રહ્યો છે. જો કે હાલમાં દિવાળીનું વેકેશન હોય લોકો રાજ્યભર સહિત બહાર પણ પર્યટકો ફરવાના મૂડમાં જોવા મળી રહ્યાં છે.

ગુજરાત : તાપમાન

અમદાવાદ, તા.૧૪ : અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ઠંડીના ચમકારાની શરૂઆત થઈ છે. વલસાડમાં લઘુત્તમ તાપમાન સૌથી ઓછુ રહ્યું હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ક્યાં કેટલું લઘુત્તમ તાપમાન રહ્યું તે નીચે મુજબ છે.

અમદાવાદ.................................................... ૧૭.૬

ડિસા............................................................. ૧૭.૧

ગાંધીનગર........................................................ ---

વડોદરા........................................................ ૧૮.૬

સુરત............................................................ ૧૯.૬

વલસાડ........................................................ ૧૬.૧

અમરેલી........................................................... ૨૧

ભાવનગર..................................................... ૨૧.૪

રાજકોટ........................................................ ૨૨.૧

સુરેન્દ્રનગર....................................................... ૨૩

ભુજ.............................................................. ૨૨.૪

નલિયા......................................................... ૧૯.૪

કંડલા એરપોર્ટ.............................................. ૨૧.૪

કંડલા પોર્ટ.................................................... ૨૨.૪

મહુવા........................................................... ૧૯.૯

વીવીનગર.......................................................... --

દીવ............................................................. ૨૦.૪

(8:56 pm IST)