Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

મહેમદાવાદ પોલીસે ખુંટજ સીમમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડ્યા: 12 શકુનિઓની ધરપકડ: 15 હજારનો મુદામાલ ઝડપ્યો

મહુધા: પોલીસે ખૂંટજ સીમમાં ચાલતા જુગાર ધામ ઉપર દરોડો પાડી જુગાર રમતા ૧૩ ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગાર રમવાના સાધનો તથા રોકડા રૂા. ૧૫૭૬૦ કબજે કર્યા હતા.

પેટ્રોલીંગમાં નીકળેલી મહુધા પોલીસે મળેલી માહિતીના આધારે ખૂંટજ સીમમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડતા નાસ ભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા ૧૩ ઈસમોને ઝડપી પાડી ૧૫૭૬૦ની રોકડ રકમ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

પકડાયેલા શખ્સોમાં ભાલચંદ્ર રાવજીભાઈ પટેલ, રમેશ બચુભાઈ રાવળ, સિકંદરખાન પઠાણ, મનોજ જગદીશભાઈ દરજી, જીગરખાન ઉર્ફે જીકર રસુલખાન પઠાણ, શૈલેષ જયંતીભાઈ સોલંકી, કાદરભાઈ સુલેમાનભાઈ ઘાંચી, ગોપાલભાઈ ઈશ્વરભાઈ પટેલ, રાકેશભાઈ જયંતીભાઈ પટેલ, યુસુફભાઈ રસુલભાઈ મલેક, રઈશભાઈ ગુલામનબી સૈયદ, ફિરોજભાઈ ગુલામનબી વ્હોરા તથા ફરીદભાઈ અબ્દુલરસીદ શેખનો સમાવેશ થાય છે.

(4:39 pm IST)