Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

કડીના થોળમાં વિદેશી પક્ષીઓનું આગમન: 1 હજારથી પણ વધુની સંખ્યામાં પક્ષી 6 મહિના માટે કરશે વસવાટ

કડી:ના થોળ અભ્યારણ્યમાં એક હજારથી વધુ વિદેશી પક્ષીઓનું આગમન થઈ ચુક્યું છે. આ પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપી છ માસ માટે ભારતમાં રહી માતા બનશે તેમજ બચ્ચાને મોટા કરી ફરી વતન ચાલ્યા જશે.

કડી તાલુકાના થોળ પાસે આવેલા થોળ પક્ષી અભ્યારણ્યએ વન્ય તેમજ પ્રાકૃતિક પ્રેમીઓ માટે ફરવાનું આકર્ષક સ્થળ બન્યું છે. આ અભ્યારણ્યમાં વર્ષના સાત માસ દરમિયાન જુદી જુદી જાતના અને વિવિધ દેશોમાંથી આવીને પક્ષીઓ અહીંયા વિહાર કરતા હોય છે. જેના લીધે પક્ષી પ્રેમીઓનો બહુ મોટી સંખ્યામાં ધસારો રહે છે.

અમદાવાદથી ૨૬ કિ.મી., મહેસાણાથી ૬૧ કિ.મી., તેમજ કડીથી ૩૬ કિ.મી.ના અંતરે આવેલું છે. આ અભ્યારણ્યમાં ૭ કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલું છે. જેને કેન્દ્ર સરકાર દ્વારા ૧૯૮૮માં અભ્યારણ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું.

(4:38 pm IST)