Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

અરવલ્લી જિલ્લામાં પોલીસ કર્મીની બદલીનો સિલસિલો યથાવત: 9અધિકારીઓની બદલી કરાઈ

અરવલ્લ્લી: જિલ્લામાં ફરી એકવાર પોલીસ કર્મચારીઓની બદલીઓનો ગંજીપો પોલીસવડા દ્વારા ચીપાયો હતો. લાભ પાંચમના મુહૂર્તે જ બે પોલીસ ઈન્સ્પેકટરો સહિત ૭ પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલીઓ વહીવટી સરળતા અને જાહેર હિતના નામે કરાઈ હતી. જયારે બે માસ પહેલા જ શામળાજી પોલીસ સ્ટેશનમાં સેકન્ડ સબ ઈન્સ્પેકટર પદે નિમાયેલા સબ ઈન્સ્પેકટરને હટાવી લઈ અને આ સ્થળે અન્ય કોઈની નિમણૂંક નહી કરાતાં જ ભારે આશ્ચર્ય સર્જાયું હતું.       

જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સબ ઈન્સ્પેકટરોથી માંડી પોલીસ કર્મી.ઓની કરાતી બદલીઓ સામે જ પ્રશ્નો ઉઠયા છે.ત્યારે ફરી એકવાર જિલ્લા પોલીસવડાએ લાભપાંચમના દિવસે જ મોડાસાના ટાઉન પોલીસ ઈન્સ્પેકટરથી માંડી,મોડાસા,ભિલોડાના સીપીઆઈની અને શામળાજી,માલપુર,આંબલીયારા,સાઠંબા,ધનસુરા અને મોડાસા રૃરલના સબ ઈન્સ્પેકટરોની અચાનક બદલી કરી દેવાઈ હતી.

(4:37 pm IST)