Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ઇડરની ગઢતળેટીમાં અસામાજિક તત્વોએ મહાદેવના મંદિરને ખંડિત કરતા લોકોમાં આક્રોશની લાગણી: પોલીસ બંદોબસ રાખવાની કરી માંગણી

ઈડર:ના ગઢતળેટીમાં આવેલા પૌરાણીક દુધેશ્વર મહાદેવ મંદિરને અસામાજીક તત્વો દ્વારા વારંવાર ખંડિત કરવામાં આવતા હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયો છે. મંદિરના રક્ષણ માટે પોલીસ પોઇન્ટ ફાળવવો, અસામાજીક તત્વો સામે કાર્યવાહી નહીં કરાય તો હિન્દુ સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી સાથે નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તોડફોડ કરનારા અસામાજીક તત્વો સામે કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની હિન્દુ સમાજની ચિમકી

ઈડર શહેરની મધ્યે ગઢતળેટીમાં આવેલું દુધેશ્વર મહાદેવ મંદિરને વિધર્મીઓ અને અસામાજીક તત્વો દ્વારા વારંવાર ખંડિત કરવામાં આવતા લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. ગત તા. ૧૧ નવેમ્બરના રોજ મંદિરના શિવલીંગ આગળ નંદીને તોડી નાખવામાં આવ હતી અને નંદીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે. જેના પગલે મહંત સ્વામી સહિત સ્થાનિકોએ વિધર્મીઓ અને અસામાજીક તત્વો વિરૃધ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

(4:35 pm IST)