Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ઠાસરા-સાવલી વચ્ચે બની રહેલ પુલનું કામકાજ અધૂરું: લોકોમાં રોષ જોવા મળ્યો

નડિયાદ:સાવલી એસ.ઓ.ની બેજવાબદારીને કારણે ઠાસરા અને સાવલી વચ્ચે બની રહેલાપૂલનુ કામકાજ સમયમર્યાદા પૂર્ણ થઈ જવા બાદ પણ બાકી છે. નિયત કરેલા સમય કરતાં એક વર્ષ વધારે સમય પૂરો થવા છતાં હાલ આ કામકાજ પુરુ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. હજારોના ખર્ચે કરવાનું કામ સમયસર પૂર્ણ ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઠાસરા-સાવલીને જોડતો એક પુલ બનાવવા માટે વહીવટી તંત્ર તરફથી લીલીઝંડી મળી ગયા બાદ તેનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતુ. બે હજાર કરોડના ખર્ચે બનનાર આ પુલનો વર્ક ઓર્ડર ૧૩-૮-૨૦૧૫ના રોજ આપવામાં આવ્યો હતો. તેમજ ૧૨-૨-૨૦૧૭ સુધીના સમયગાળામાં પુલનું કામકાજ પૂર્ણ કરવાનું હતુ. આમ કુલ ૧૮ માસમાં જ પુલનું કામકાજ પૂર્ણ કરવાના આદેશ હતા. પરંતુ સમયમર્યાદા પૂર્ણ થયાને પણ આજે ૧ વર્ષ વિત્યા બાદ પણ કામકાજ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. 

(4:34 pm IST)