Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

કરજણ નજીક ટોલનાકા પાસે વિદેશી દારૂના ગુનાહમાં ફરાર બુટલેગરનો ત્રાસ: 4 મહિનાથી પોલીસોને થતી દોડધામ

કરજણ:નજીકના ટોલનાકા પાસે ભરથાણા ગામની સીમમાંથી પકડાયેલા રૃા.૭૬.૮૯ લાખના વિદેશી દારૃના પ્રકરણમાં નામચીન બુટલેગર લાલુ અને વિજુ સીંધી પોલીસને ચાર મહિનાથી હંફાવી રહ્યા છે. આ ગુનામાં આગોતરા જામીન મેળવવા માટે લાલુ સીંધીએ મૂકેલી અરજી નામંજૂર થઈ છે.

આ અંગેની વિગત એવી છે કે આર.એર.સેસે ગત ૩જી જુલાઈના રોજ ભરથાણા ગામની સીમમાંથી વિદેશી દારૃની ૫૦,૯૦૪ બોટલો કિમત રૃપિયા ૭૬,૮૯,૬૦૦ની ઝડપી પાડી હતી. પોલીસે દારૃ અને ટ્રક સહિત રૃપિયા ૯૨.૦૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ ગુનામાં જે તે સમયે ઉમેશ પાસવાન અને અનિલ પાસવાન ઝડપાઇ ગયા હતાં. જ્યારે નામચીન બુટલેગરો લાલુ સીંધી અને વિજય ઉર્ફે વિજુ મુરલીધર લાલવાણી હજીય જિલ્લા પોલીસને હંફાવી રહ્યાં છે.

આ ગુનામાં આગોતરા જામીન મેળવવા માટે બુટલેગર લાલુ સીંધીએ કરેલી અરજી નામંજુર થઇ છે.

(4:32 pm IST)